ખેલ-જગત
News of Wednesday, 7th February 2018

મહિલા સિંગલની રેન્કિંગમાં વોજ્નિયાકી પ્રથમ નંબરે

નવી દિલ્હી: ડેનમાર્કની કૈરોલિના વોજ્નિયાકી ડબ્લ્યુટીએની મહિલા સિંગલ્સ ખેલાડીઓની વર્તમાન રેકીંગમાં પ્રથમ ક્રમાંકે યથાવત છે. જ્યારે જર્મનીની જુલિયા જાર્જેંસ પ્રથમ વખત ટોપ-૧૦માં સામેલ થઈ છે. 
વર્ષના પ્રથમ ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનનુ ટાઈટલ જીતનાર વોજ્નિયાકી ૨૦૧૨ બાદ પ્રથમ વખત ગત સપ્તાહે ડબ્લ્યુટીએ રેકિંગમાં ટોચ પર પહોંચી હતી. તેણે રોમાનિયાની સિમોના હાલેપની જગ્યા લીધી હતી. કૈરોલિન વોજ્નિયાકી ૭૯૬૫ અંક સાથે ટોચ પર છે. જ્યારે રોમાનિયાની સિમોના હાલેપ ૭૬૧૬ અંક સાથે બીજા ક્રમાંકે છે. જોકે ટોપ-૧૦ યાદીમાં એકપણ ભારતીય મહિલા ટેનિસ સ્ટારનો સમાવેશ થતો નથી. તો યુક્રેનની એલીના સ્વિટોલિના ૫૮૩૫ અંક સાથે ત્રીજા ક્રમાંકે છે. 
પહેલા અને બીજા ક્રમાંકને બાદ કરતા અંકોની વાત કરવામાં આવે તો અન્યોમાં ઘણુ અંતર છે. તે જોતા હાલ સિમોના હાલેપ અને વોજ્નિયાકી વચ્ચે રસાકસીની ટક્કર છે. આગામી ટૂર્નામેન્ટમાં સિમોના હાલેપ ફરી ટોચનુ સ્થાન મેળવી લે તેવી શક્યતા છે.

(5:26 pm IST)