ખેલ-જગત
News of Wednesday, 7th February 2018

પેડમેન ચેલેન્જ સ્વીકારી સિંધુ અને રવિ શાસ્ત્રીએ

અક્ષયકુમારની ફિલ્મ 'પેડમેન' મેન્સ્ટ્રુએશનને લઈને લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરવાની છે એવા સમયે બોલીવૂડની ઘણી સેલીબ્રીટીઝ સોશ્યલ મીડીયા પર 'પેડમેન ચેલેન્જ' હેઠળ સેનીટરી નેપ્કિન સાથે તેમના ફોટો શેર કરી રહી છે. દિપીકા પાદુકોણે પેડ સાથે ફોટો ઈન્સ્ટાગ્રામ પર મૂકયા બાદ બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુને ટેગ કરી હતી અને એથી સિંધુએ પણ હાથમાં પેડ સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર મૂકયો હતો અને લખ્યુ હતું કે 'દીપિકા, મને ટેગ કરવા બદલ થેન્ક યુ.'

બીજી તરફ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ આ ચેલેન્જ સ્વીકારીને હાથમાં પેડ સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર મૂકયો હતો. તેણે આ પોસ્ટમાં વિરાટ કોહલી અને લિએન્ડર પેસને પણ ટેગ કરીને લખ્યુ હતું કે, 'હા, મારા હાથમાં પણ પેડ છે અને એમાં કોઈ શરમ નથી.'

(12:42 pm IST)