ખેલ-જગત
News of Thursday, 6th October 2022

૨૦૨૬ કોમનવેલ્‍થમાં શૂટિંગ ઇન, રેસલિંગ અને આર્ચરીની બાદબાકી

નવી દિલ્‍હીઃ ૨૦૨૬ની કોમનવેલ્‍થ ગેમ્‍સ ઓસ્‍ટ્રેલિયાના વિકટોરીયા સ્‍ટેટમાં યોજાશે. જાહેર કરાયેલી વિગતો મુજબ શૂટિંગને આ સ્‍પર્ધામાં પુનઃપ્રવેશ અપાયો છે. જોકે કુસ્‍તી(રેસલિંગ) તથા તીરંદાજી(આર્ચરી)ની બાદબાકી કરી નાખવામાં આવી છે. આ વર્ષની કોમનવેલ્‍થમાં શૂટિંગનો સમાવેશ ન હોતો

કોમનવેલ્‍થમાં શૂટિંગની રમતે ભારતને સૌથી વધુ ૧૩૫ મેડલ અપાવ્‍યા છે, જેમાં ૬૩ ગોલ્‍ડ, ૪૪ સિલ્‍વર અને ૨૮ બ્રોન્‍ઝ છે.

(3:54 pm IST)