News of Monday, 4th April 2022
ઓસ્ટ્રેલિયાને ‘નસીબવાળી' અલીસા હિલીએ અપાવી સાતમી વર્લ્ડકપ ટ્રોફી
ઈયાન હિલીની ૭૭ નંબરની જર્સીવાળી ભત્રીજીએ ૪૨ રન પર કેચ છૂટયા બાદ બનાવ્યા વિક્રમજનક ૧૭૦ રનઃ સુપર સન્ડેએ ઓસ્ટ્રેલિયાની સિધ્ધિ, ૭૧ રનના માર્જિનથી મેળવી જીત
વોર્નર અને નોર્ટ જે ગુરૂવારે લખનઉ સામેનો મેચ રમશે
દિલ્હીની ટીમ મજબૂત બનશે
નવીદિલ્હીઃ દિલ્હી કેપિટલ્સના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર અને ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની આગામી મેચમાં રમી શકે છે. કોચ રિકી પોન્ટિંગે ગુરૂવારે (૭ એપ્રિલ) રમાનારી મેચમાં બંનેના રમવાની પુષ્ટિ કરી છે. દિલ્હી ટીમે સિઝનમાં અત્યાર સુધીમાં બે મેચમાંથી એક જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ બે પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
(4:00 pm IST)