ખેલ-જગત
News of Wednesday, 3rd January 2018

મેચમાં દબાણને દૂર કરવા હું પુસ્તક વાંચું છું: મિતાલી રાજ

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજનું કહેવું છે કે તે જયારે મેચમાં દબાણ અનુભવે છે ત્યારે રિલેક્સ થવા માટે પુસ્તક વાંચવાનું પસંદ કરે છે. મિતાલીએ શાહરુખ ખન્ના ટીવી શૉ 'ટેડ ટોક્સ ઇન્ડિયા નઈ સોચ'માં વાતની જાહેરાત કરી હતી.

ટેલિવિઝન ચેલન સ્ટાર પલ્સ પર પ્રસારિત થનાર શૉમાં પહોંચેલ મિતાલીએ કહ્યું કે જયારે હું મેચ દરમિયાન પ્રેશરને દૂર કરવા મારે પુસ્તક વાંચું જેથી મારુ શાંત થાય છે અને સારું પ્રદર્શન કરવા માટે હિંમત પણ મળે છે. બીજી તરફ શાહરુખ ખાને મિતાલી રાજને કહ્યું કે હું તમને મહિલા ક્રિકેટ ટીમની કોચ તરીકે જોવા માંગુ છું. શૉનું પ્રસારણ સાત જાન્યુઆરી થવાનું છે.

(4:35 pm IST)