ખેલ-જગત
News of Wednesday, 3rd January 2018

આફ્રિકામાં ભારતીય બેટ્સમેનોએ ૧૩ સદી ફટકારી છે

અત્યાર સુધીના પ્રવાસનો ખરાબ રેકોર્ડ સુધારવા વિરાટસેના સજ્જ : સચિને સૌથી વધુ પાંચ અને કપિલ દેવ - અઝહરે સાતમા ક્રમે સદી ફટકારેલી

આગામી ૫ જાન્યુઆરીથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે ટીમ ઈન્ડિયા એકદમ મજબૂત છે. લગાતાર નવ સીરીઝો જીતી ચૂકી છે. આફ્રિકા સામે ભારતના બેટ્સમેનો અને બોલરોની આકરી કસોટી થશે. અત્યાર સુધી ભારતની ટીમના આફ્રિકાના પ્રવાસમાં નામોશી જ હાથે લાગી છે. પરંતુ આ વખતે વિરાટ સેના મજબૂત લડત આપશે.

દરમિયાન ભારતના આફ્રિકાના પ્રવાસની પૂર્વ તરફ ડોકીયુ કરીએ તો અત્યાર સુધીમાં ભારતના ૧૩ બેટ્સમેનોએ સદી ફટકારી છે. જેમાં સૌથી વધુ સચિને ૫ સદીઓ તેમજ કપિલ દેવ અને અઝરૂદ્દીને સાતમા ક્રમે આવીને સદીઓ ફટકારી છે. જયારે ઓપનર તરીકે એકમાત્ર વસીમ જાફરે સદી ફટકારી હતી.

સાઉથ આફ્રિકામાં ભારતીય બેટ્સમેનોની સદી આ મુજબ છે. (૧) વસીમ જાફર ૧૧૬ (૨) રાહુલ દ્રવિડ - ૧૪૮ (૩) ચેતેશ્વર પૂજારા - ૧૫૩ (૪) સચિન - ૧૫૫, ૧૪૬, ૧૧૧ (૫) વિરાટ-  ૧૧૯ (૬) સચિવ - ૧૧૧, ૧૬૯ (૭) પ્રવિણ આમરે ૧૦૩ (૮) વિરેન્દ્ર - સહેવાગ- ૧૦૫ (૯) અઝહરૂદ્દીન - ૧૧૫ (૧૦) કપિલ દેવ - ૧૨૯.(૩૭.૫)

(12:37 pm IST)