ખેલ-જગત
News of Monday, 3rd October 2022

મેન ઓફ ધ મેચનો એવોર્ડ મને નહિં પણ સૂર્યાને મળવો જોઈતો હતો, અમે ૧૮૦- ૧૮૫ રનનો ટાર્ગેટ રાખેલો

સૂર્યાએ આખી રમતને બદલી નાંખી હતી, બે ઓવર બાદ મેચ ઉપર અમારી પકકડ જામી ગઈ હતીઃ લોકેશ રાહુલ

નવી દિલ્‍હીઃ ગઈકાલે મેચમાં મેન ઓફ મેચ બનેલા. એવોર્ડ મળવા પર આર્ય વ્‍યકત કરતાં કહ્યું કે મને આર્ય થાય છે કે મને મેન ઓફ ધ મેચ એવોર્ડ મળી રહ્યો છે. ખરેખર તો તે સૂર્યાને આ એવોર્ડ મળવો જોઈતો હતો. તેણે આખી રમત બદલી નાખી હતી. મિડલ ઓર્ડરમાં બેટીંગ કર્યા પછી મેં અનુભવ્‍યું કે એ અઘરૂં છે. ડીકે (દિનેશ કાર્તિક)ને કાયમ બહુ વધારે દડાનો સામનો નથી કરવો પડતો અને તે પહેલાની જેમ જ શાનદાર હતા. એવી જ રીતે સૂર્યા અને વિરાટ કોહલીએ પણ જોરદાર રમત દર્શાવી હતી.

રાહુલે કહ્યું એક ઓપનીંગ બેટર તરીકે એ સમજવું જરૂરી છે કે રમતમાં કઈ ચીજની જરૂર છે અને પછી તેમાં પોતાનું સર્વશ્રેષ્‍ઠ આપવું. હું આ માનસિકતા સાથે જ રમ્‍યો છું, રમુ છું અને ભવિષ્‍યમાં પણ રમીશ. વિભીન્‍ન પરિસ્‍થિતીઓમાં ખુદને પારખવા બાબતે હું સંતુષ્‍ઠ છું. ઈમાનદારીથી કહું તો પહેલી બે ઓવર પછી મારી અને રોહિત વચ્‍ચે એ વાત હતી કે પીચ પકડમાં આવી રહી છે. અમે વિચાર્યું હતું કે ૧૮૦-૧૮૫નો ટાર્ગેટ બરાબર રહેશે પણ મેચે અમને ચોંકાવી દીધા હતા.

(3:55 pm IST)