ખેલ-જગત
News of Tuesday, 30th November 2021

કોલકાતા નાઈટ રાઈડર્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા બાકીના બધાને છુટ્ટી:કેપ્ટનની રેસમાં ગણાતો શુભમન ગિલ પણ બહાર

IPL 2022 મેગા ઓક્શન પહેલા આન્દ્રે રસેલ , સુનીલ નરેન, વેંકટેશ ઐયર અને વરુણ ચક્રવર્તીને જાળવી રાખ્યા

મુંબઈ ;બે વખતની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે  ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ ટીમે IPL 2022 મેગા ઓક્શન પહેલા આન્દ્રે રસેલ , સુનીલ નરેન, વેંકટેશ ઐયર અને વરુણ ચક્રવર્તીને પોતાની સાથે રાખ્યા છે. મતલબ કે ઇયોન મોર્ગન, દિનેશ કાર્તિક કે જેઓ સુકાની હતા, શુભમન ગિલ કે જેને ભાવિ કેપ્ટન કહેવામાં આવી રહ્યા છે તે બહાર છે.

આન્દ્રે રસેલઃ તે વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર ખેલાડી છે. તેની પાસે બેટિંગ અને બોલિંગથી મેચને પલટાવવાની શક્તિ છે. જોકે તેનુ તાજેતરનું ફોર્મ ચિંતાજનક છે પરંતુ KKRનો આત્મવિશ્વાસ અકબંધ છે. તેને 12 કરોડ રૂપિયા મળશે.

વરુણ ચક્રવર્તીઃ એક મિસ્ટ્રી સ્પિનર તરીકે KKR માટે અસરકારક રહ્યો છે. ફિટનેસનો મુદ્દો છે પરંતુ ટીમે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેને આઠ કરોડ રૂપિયા મળશે.

વેંકટેશ અય્યરઃ IPL 2021માં જ KKR સાથે સંકળાયેલા હતા. બીજા હાફમાં રમવા મળ્યું અને ઓપનર તરીકેની છાપ છોડી. તે મધ્યમ ગતિથી બોલિંગ પણ કરે છે. આવી સ્થિતિમાં તેની પાસે ઓલરાઉન્ડ ક્ષમતા છે. તેને આઠ કરોડ રૂપિયા મળશે.

સુનીલ નરેનઃ મિસ્ટ્રી સ્પિનર તરીકે ખ્યાતિ મેળવી છે. તે શરૂઆતથી જ KKR માટે રમ્યો છે. કેમિયો રમવામાં તે માહેર છે. તેને છ કરોડ રૂપિયા મળશે.

KKR એ ઓએન મોર્ગન, કરુણ નાયર, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, ગજેન્દ્ર સિંહ, શુભમન ગિલ, દિનેશ કાર્તિક, ટિમ સીફર્ટ, શેલ્ડન જેક્સન, શાકિબ અલ હસન, શિવમ માવી, કુલદીપ યાદવ, બેન કટિંગ, કમલેશ નાગરકોટી, સંદીપ વોરિયર, પવન નેગી, પ્રસિદ્ધ ક્રિષ્ના, પેટ કમિન્સ, હરભજન સિંહ, ટિમ સાઉથી, વૈભવ અરોરા, લોકી ફર્ગ્યુસન.છોડ્યા છે

(12:08 am IST)