ખેલ-જગત
News of Friday, 1st July 2022

નીરજ ચોપરા ચૂકી ગયો 90 મીટરનો માર્ક : ડાયમંડ લીગમાં 89.94 મીટરના થ્રો સાથે બનાવ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ શાનદાર થ્રો સાથે ડાયમંડ લીગમાં પુનરાગમન કર્યું છે. તેણે તેના પહેલા જ થ્રોમાં તેના અગાઉના રેકોર્ડમાં સુધારો કર્યો છે. સ્ટાર એથ્લેટે સ્ટોકહોમમાં સ્વીડનમાં ચાલી રહેલી ડાયમંડ લીગ સીઝનમાં 89.94 મીટરના રેકોર્ડ થ્રો સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. 24 વર્ષીય યુવાને તુર્કુમાં પાવો નુર્મી ગેમ્સમાં તેના દ્વારા સેટ કરાયેલો 89.30 મીટરનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો.

(7:24 pm IST)