ખેલ-જગત
News of Monday, 1st January 2018

પ્રથમ ટેસ્ટમાં ફાસ્ટ બોલરોને ઉછાળ નહિ મળે

પાંચમી જાન્યુઆરીથી ભારત-આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટઃ વિરાટ સેનાની નેટ પ્રેકટીશ : સાઉથ આફ્રિકામાં દુકાળની ગંભીર અસર હોય પાણીની કટોકટીઃ મેદાનમાં પાણી ઓછું વપરાતુ

 કેપ ટાઉનઃ પાંચમી જાન્યુઆરીથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ (ભારતીય સમય મુજબ બપોરે ૨.૦૦ થી લાઇવ) ન્યુ લેન્ડસ ખાતે રમવાની છે, પરંતુ એના મેદાન પર બોલ બહુ નહિ ઉછળે એટલે યજમાન સાઉથ આફ્રિકાની ટીમના બોલરોને નુકશાન થશે, જયારે મહેમાન ભારતીય ટીમના બેટસમેનોને ફાયદો થશે.

સાઉથ આફ્રિકાના અનેક ભાગોમાં દુષ્કાળની ગંભીર અસર થઇ છે. કેપ ટાઉનની વાત કરીએ તો અહિં દુકાળની આ વખતે જે ખરાબ અસર થઇ રહી છે એવી અસર છેલ્લા ઘણા વર્ષોમાં નથી જોવા મળી. પરિણામે, મેદાનના માળીઓ યજમાન બોલરોને વધુ માફક આવે એવી પિચ નથી બનાવી શકયા. ફાસ્ટ બોલરોને બહુ બાઉન્સ  નહિં મળે એટલે ડેલ સ્ટેન, કેગિસો રબાડા તથા મોર્ની મોકલને સોૈથી વધુ  ગેરલાભ થશે.

જોકે, ભારતના ફાસ્ટ બોલરોને પણ નુકશાન થશે, પરંતુ ભારતીય ટીમને સાઉથ આફ્રિકાના જે બોલરોથી સોૈથી વધુ ખતરો છે. એમા કદાચ રાહત જોવા મળશે. કેપ ટાઉન શહેરમાં લોકો દિવસ દીઠ ૮૭ લીટરથી વધુ પાણી ન વાપરવાનું કહેવામાં આવ્યું છે. મેદાન તૈયાર કરવા પણ પાણીનો ઓછો વપરાશ થયો છે.

(3:55 pm IST)