Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

ફેડરરે ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમના ત્રીજા રાઉન્ડમાં ફ્રાન્સના રિચાર્ડ ગાસ્કેટને હરાવ્યો

પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ફેડરરનો મુકાબલો હંગેરીના માર્ટન ફુક્સોવિચ સામે થશે.

નવી દિલ્હી :ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્વિસ લેજન્ડ ફેડરરે ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમના ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો મેલબોર્ન પાર્કમાં ચાલી રહેલી સિઝનની પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં ફેડરરે ત્રીજા રાઉન્ડમાં ફ્રાન્સના રિચાર્ડ ગાસ્કેટ સામે ૬-૨, ૭-૫, ૬-૪થી હરાવીને આગેકૂચ કરી હતી.હવે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ફેડરરનો મુકાબલો વર્લ્ડ રેન્કિંગમાં ૮૦મું સ્થાન ધરાવતા હંગેરીના માર્ટન ફુક્સોવિચ સામે થશે

(1:53 pm IST)