Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

26મીથી IPL-2018માં 360 ભારતીય ક્રિકેટરો સહીત 578 ખેલાડીઓની લાગશે બોલી

હરરાજી માટે 1122 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું પરંતુ 578 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરાયું

નવી દિલ્હી :IPL 2018 ના ૨૭ અને ૨૮ જાન્યુઆરી થનારી હરાજી માટે ખેલાડીઓની યાદીને અંતિમરૂપ અપાયું છે જેમાં હવે કુલ ૫૭૮ ખેલાડીઓ બોલી લાગશે જેમાં ૩૬૦ ભારતીય ક્રિકેટર સામેલ છે આ હરાજી માટે ૧૧૨૨ ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ ૫૭૮ ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે.

   આ અંતિમ યાદીમાં સ્ટાર ભારતીય ખેલાડીઓ રવિચંદ્રન અશ્વિન, અજિંક્ય રહાણે અને શિખર ધવને પોતાને ૨ કરોડ રૂપિયાની બેસ પ્રાઈસ પર રાખ્યા છે. આ સમૂહમાં ક્રિસ ગેલ, બેન સ્ટોક્સ અને કેરોન પોલાર્ડ જેવા દિગ્ગજ પણ સામેલ છે. આ મર્કી સમૂહમાં ૧૬ ક્રિકેટર રહેલા છે.

  ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટ પણ પ્રથમ વખત આઈપીએલની હરાજીમાં સાલે હશે. તેમની બેસ પ્રાઈસ ૧.૫ કરોડ રૂપિયા છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની બેસ પ્રાઈસ પણ ૧.૫ કરોડ રૂપિયા છે. બેન સ્ટોક્સ, રાશીદ ખાન, મિચેલા સ્ટાર્ક, ક્રિસ લિન, કોલીન મુનરો, ડ્વેન બ્રાવો માટે ટીમોની વચ્ચે કડી ટક્કર જોવા મળી શકે છે.

૨ કરોડ બેસ પ્રાઈસ : રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, ક્રિસ ગેલ, કેરોન પોલાર્ડ, અજિંક્ય રહાણે, મિચેલ સ્ટાર્ક, બેન સ્ટોક્સ, ડ્વેન બ્રાવો, ગૌતમ ગંભીર, ગ્લેન મેક્સવેલ, હરભજન સિંહ, યુવરાજ સિંહ, ક્રિસ લિન, બ્રેન્ડન મેક્કુલમ, મુરલી વિજય, લોકેશ રાહુલ, જેમ્સ ફોકનર, કેદાર જાધવ, માર્કસ સ્ટોનિસ, ક્રિસ વોક્સ, ક્વિન્ટન ડી કોક, દિનેશ કાર્તિક, રોબીન ઉથપ્પા, જોસ હેઝલવુડ, મિચેલ જોહ્ન્સન, પેટ કમિન્સ, રાશિદ ખાન, કર્ણ શર્મા, યુજ્વેન્દ્ર ચહલ, કોલીન ઇન્ગ્રામ, ઇયોન મોર્ગન, કોરી એન્ડરસન, ડેવિડ વિલી, કેમરૂન વ્હાઈટ, લિયામ પ્લાન્કેટ્ટ, એન્જેલો મેથ્યુઝ સહિતનાનો સમાવેશ થયા છે .

(12:30 pm IST)