Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

ટીમ ઇન્ડિયા બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં ચેમ્પિયન :ફાઇનલમાં પાકિસ્તાનને પરાજય આપી બીજીવાર વર્લ્ડકપ પર કબ્જો કર્યો

ભારતે જીતનો લક્ષ્ય 38.4 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો : સુનીલ રમેશે 93, અને અજય કુમાર રેડ્ડીએ 62 રન ફટકાર્યા

દુબઇ :ટીમ ઇન્ડિયા ફરી એક વખત બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ચૅમ્પિયન બન્યું છે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 2 વિકેટથી પરાજય આપ્યો છે ભારતે સતત બીજી વખત વર્લ્ડ કપ પર કબજો જમાવ્યો.છે 

   રોમાંચક ફાઈનલમાં ભારતે જીતનો લક્ષ્ય 38.4 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો ભારત તરફથી સુનીલ રમેશે 93 રન અને અજય કુમાર રેડ્ડીએ 62 રન ફટકાર્યા હતા

   પહેલા ટૉસ હારીને પ્રથમ બૅટિંગ કરતા પાકિસ્તાને કહ્યું હતું 40 ઓવરમાં 307/8 રન બનાવ્યાં હતાં.પ્રથમ સેમીફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.જ્યારે બીજી સેમીફાઈનમાં પાકિસ્તાનની ટીમ શ્રીલંકાના 156 રનોને મ્હાત આપીને ખિતાબી મુકાબલામાં ઉતરી હતી.

(11:44 am IST)