Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

શોએબના હાલચાલ પૂછતા ધવનથી ક્રિકેટપ્રેમીઓ નારાજ

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સબંધોમાં પણ તંગદિલી છે. તેવામાં ભારતીય બેટધર શિખર ધવને પાકિસ્તાની ખેલાડી શોએબ મલિકના હાલચાલ પૂછતા ક્રિકેટપ્રેમીઓએ રોષ ઠાલવ્યો હતો. મલિકને ન્યુઝિલેન્ડ સામેની વનડેમાં માથા ઉપર બોલ વાગ્યો હતો. આ બનાવ અંગે શિખર ધવને ટ્વીટર મારફતે મલિકના હાલચાલ પૂછયા હતા. આ ટ્વીટ બાદ લોકોએ ધવનને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ હતુ. અમુક ટ્વીટર યુઝર્સોએ સલાહ પણ આપી હતી કે, પાકિસ્તાન સરહદ ઉપર ભારતીય સૈનિકો ઉપર ગોળીબાર કરી રહ્નાં છે અને તમે પાકિસ્તાની ખેલાડીઓના હાલચાલ પુછી રહ્ના છો અને શુભેચ્છા પાઠવી રહ્ના છો. આ ઉપરાંત પણ અન્યોએ શિખર ધવન ઉપર નારાજથી વ્યકત કરી હતી.

(11:41 am IST)