Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

યુવા બેટ્‍સમેન ઋતુરાજ ગાયકવાડની બેટીંગથી સચિન તેંડુલકરની ભવિષ્‍યવાણી સાચી પડીઃ પ્રતિભાશાળી ખેલાડી હોવાનું જણાવ્‍યુ હતુ

દુબઇ: આઇપીએલ-13માં સતત બીજી અર્ધસદી ફટકારી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને શાનદાર જીત અપાવનાર યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડની ખુબજ પ્રશંસા થઇ રહી છે. દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કેકેઆર (KKR)એ ચેન્નાઈને 173 રનનો પડકાર આપ્યો હતો. ઋતુરાજે 53 બોલમાં 6 ફોર અને બે સિક્સ મારી 72 રન બનાવી ટીમને જીત અપવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જ્યાં ગાયકવાડને પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક જણાવ્યા છે. ત્યારે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરએ ગાયકવાડને લઇને મેચ શરૂ થતા પહેલા જ ભવિષ્યવાણી કરી હતી. સચિને કહ્યું હતું કે ગાયકવાડ લાંબી ઇનિંગ્સ માટે બન્યો છે.

ચેન્નાઇ અને કોલકાતાની વચ્ચે રમાયેલી મેચથી પહેલા સચિન એ કહ્યું, હું તેની વધારે રમત જોઈ નથી. પરંતુ મેં જે જોયુ છે તે એક શાનદાર બેટ્સમેન છે. તેના શાનદાર ક્રિકેટ શોટ્સ રમ્યો અને સુધારો કર્યો છે. જ્યારે કોઇ બેસ્ટમેન યોગ્ય ક્રિકેટ શોટ્સ રમવાનું શરૂ કરે છે, બોલને કવર અથવા મિડ-વિકેટ ઉપર મારે અથવા સીધો બોલરના માથા ઉપરથી રમે છે. તો સમજવું કે બેટ્સમેન લાંબી ઇનિગ્સ માટે બન્યો છે.

સચિનએ વધુમાં કહ્યું, મને લાગે છે કે, આજની મેચમાં તે ફરીથી ઇનિગ્સની શરૂઆત કરશે કેમ કે, તેની ટેકનિક અને માનસિકતા અલગ છે. ધોની તેના પર વિશ્વાસ જરૂરથી કરશે.

(4:59 pm IST)
  • રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે વયમર્યાદાના કારણે ગૃહ વિભાગમાંથી નિવૃત્ત થતા સરકારે તેમને રાજ્યના વિજીલન્સ કમિશનર તરીકે નિમણુંક આપી છેઃ અત્યાર સુધી આ જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે હતોઃ સંગીતા સિંઘને લાગુ પડતો વિગતવાર હૂકમ હવે પછી થશે access_time 5:11 pm IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • અમેરીકામાં એક જ દિવસમાં ૧ લાખ ઉપર નવા કોરોના કેસ નોંધાયા : ગઇરાત સુધીમાં ૧,૦૧,૪૬૧ કોવિડ કેસઃ એક જ દિવસમાં થયેલ વિશ્વભરમાં આ સૌથી મોટો આંકડો છેઃ ૧૭ સપ્ટેમ્બરે ભારતમાં એક જ દિવસમાં એક લાખ નજીક (૯૭,૮૯૪ કેસ નોંધાયા હતા) access_time 12:40 pm IST