Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

આઇસીસીએ જોહનીસબર્ગના વાન્ડેરેર્સ સ્ટેડિયમની પીચને ખરાબ ગણાવી

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટ જ્યાં રમાઈ હતી, તે જોહનીસબર્ગના વાન્ડેરેર્સ સ્ટેડિયમની પીચને 'નબળી' ગણાવી હતી. જોકે સાઉથ આફ્રિકાના પ્રીમિયર ક્રિકેટ ગ્રાઉન્ડ્સમાં સ્થાન ધરાવતા વાન્ડેરેર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. જોકે મેદાન પર હવે એક વર્ષ સુધી એક પણ મેચ રમાડી શકાશે નહિ. આઇસીસી મેચ રેફરી પાયડટે તેના રિપોર્ટમાં પીચની ઉગ્ર ટીકા કરી હતી

 

 

(4:37 pm IST)