Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર એન્ડરસન પર લાગ્યો બોલ ટેમ્પરિંગનો આરોપ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના મીડિયાએ આક્ષેપ મૂક્યો છેકે, મેલબોર્નમાં ચાલી રહેલી ચોથી ટેસ્ટના ચોથા દિવસની રમત દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર એન્ડરસને નખ વડે બોલની સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ચેનલ નાઈનની કોમેન્ટ્રી ટીમને ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગના પ્રારંભના સમયના રેકોર્ડિંગમાં એવું જોવા મળ્યું હતુ કે જેમાં એન્ડરસન નખથી બોલને ખોતરતો હોય. ઓસ્ટ્રેલિયન મીડિયામાં ઈંગ્લેન્ડે બોલ ટેમ્પરિંગ કર્યું તેવા અહેવાલો વહેતા થયા હતા. જોકે ઈંગ્લેન્ડના કોચ ટ્રેવર બાયલીસે કહ્યું કે, મેં અમ્પાયર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, બોલરને બોલ ચોખ્ખો કરવાની છુટ હોય છે, એન્ડરસન એ જ કરી રહ્યો હતો. આઈસીસી મેચ રેફરી રંજન મદુગાલેએ પણ આ મામલે કોઈ પગલા ન લેવાની જાહેરાત કરી દીધી છે.

(5:09 pm IST)