Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ટોક્યો ઓલિમ્પિક: ભારતીય મહિલા હોકી ટીમે આયર્લેન્ડને 1-0થી હરાવ્યું

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં તેની શરૂઆતની ત્રણ મેચ હાર્યા બાદ આખરે ભારતીય મહિલા હોકી ટીમે આયર્લેન્ડને 1-0થી હરાવીને વિજય નોંધાવ્યો હતો. આ મેચમાં બંને ટીમો પ્રથમ ક્વાર્ટર સુધી કોઈ ગોલ કરી શકી ન હતી. ભારતે પ્રથમ રક્ષણાત્મક રમત રમી હતી, જોકે ભારતીય ટીમને ગોલ કરવાની તક મળી હતી, પરંતુ ભારતીય મહિલા ટીમે અગાઉની મેચની જેમ તક ગુમાવી દીધી હતી. ભારતને શરૂઆતમાં જ પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ ભારતીય ટીમ તેને ગોલમાં ફેરવી શકી નહીં.

(6:24 pm IST)