Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

''હિન્દુસ્તાની વે''.... એથ્લેટસને ચિયરઅપ કરવા ધુમ મચાવતુ એ.આર. રહેમાનનું સોંગ

રહેમાનનું સંગીત, અનન્યા બિરલાએ ગીત ગાયું : દર્શકોનો અપ્રતિમ પ્રતિસાદ

નવી દિલ્હીઃ ટોકીયોમાં ચાલતા ઓલિમ્પિક ખેલોમાં ભારત એક રજત ચંદ્રક જીતી ચુકયું છે અને સાથે જ મુકકાબાજીમાં તેનો વધુ એક પદક પાકકો છે. આ બધાની વચ્ચે સીંગર અનન્યા બિરલા અને સંગીતકારએ આર રહેમાન એક શીયર સોંગ ''હિન્દુસ્તાની વે'' દ્વારા ખેલાડીઓમાં જોશ ભરી રહયા છે. ઓસ્કાર, બાફટા અને ગ્રેમી એવોર્ડ વિજેતા રહેમાન અને અનન્યાનું આ ગીત રીલીઝ થતા જ છવાઇ ગયું છે. જણાવી દઇએ કે રહેમાન તે કંપોઝ કર્યું છે. અને અનન્યા બિરલાએ તે ગાયું છે. આ ગીત ઇંગ્લીશ વોકલ્સ અને શાનદાર હિંદી ટ્રેકની જુંગલબંધી સાથે ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધારવા માટે બનાવાયું છે. ગીતનું ટાઇટલ 'હિન્દુસ્તાની વે' છે. ગીતના વિડીયોમાં ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓને દેખાડયા છે. આ ગીતનું લોંચીગ ખેલમંત્રી અનુરાગ ઠાકુરે કર્યું હતુ. રમતપ્રેમીથી માંડીને મ્યુઝીક લવર્સ બધા આ ગીત પર કોમેંટ કરીને પોતાની ટીમને ચીઅર અપ કરી રહયા છે. ફેન્સ પોતપોતાની રીતે ખેલાડીઓને અભિનંદન આપે છે સાથે જ આ ગીતના જોરદાર વખાણ કરી રહયા છે.

(3:58 pm IST)