Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગંભીરની કારને અસ્‍કમાત

લખનઉ ટીમના મેન્‍ટોર સહિત ત્રણ સુરક્ષીત

નવીદિલ્‍હીઃ આઈપીએલની  લખનઉ ટીમના મેન્‍ટોર ગૌતમ ગંભીર કારનો અકસ્‍માત સર્જાયો છે. ગંભીરની સાથે રઘુ અય્‍યર અને તેમના સહયોગી ગૌરવ અરોરા અને રચિતા બેરી પણ કારમાં સવાર હતા. જોકે, રાહતની વાત એ છે કે, કારમાં સવાર ત્રણેય લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. લખનઉની ટીમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે અને સંપૂર્ણ રીતે ઠીક છે. પુણેમાં રમાઈ રહેલી મેચ જોવા ગંભીર તેના સાથીદારો સાથે સ્‍ટેડિયમ જઈ રહ્યા હતા. ત્‍યારે આ અકસ્‍માત સર્જાયો હતો.

 

(10:55 am IST)