Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કિંગ્સ ઈલેવનમાં આવતાં જ પંજાબી થઈ ગયો ગેઈલ

આઈપીએલની હરાજીમાં પહેલા દિવસે ઘણા જાણીતા ક્રિકેટરો વેચાયા ન હોતા. આ યાદીમાં વેસ્ટ ઈન્ડીઝના ક્રિસ ગેઈલનું નામ ટોચ પર હતું. હરાજીના બીજા દિવસે પણ બીજા રાઉન્ડમાં તેને ખરીદવામાં કોઈ ટીમે રસ નહોતો દેખાડ્યો. જોકે ત્રીજા રાઉન્ડમાં પંજાબની ટીમે તેને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો હતો. પંજાબની ટીમે પોતાના ટ્વિટર અકાઉન્ટમાં ગેઈલનો ફોટો શેર કર્યો હતો જેમાં તે પાઘડી પહેરીને સૂતેલો દેખાય છે. સાથે જ લખ્યું હતું કે પંજાબ આવવા માટે ગેઈલ પહેલેથી જ તૈયાર હતો.

(4:15 pm IST)