Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ભલે શિલ્ડ પરત લઇ લેવાય, પણ બુરખો પહેરીને કયારેય રમીશ નહિ

સાઉદી અરબમાં વિવાદો વચ્ચે રમાતી આંતરરાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુનામેન્ટ : બે વખત વિશ્વ વિજેતા બનાર યુકેનની અન્ના મુજીચુકે કરી દીધી ચોખ્ખીને ચટ વાત

રાજકોટ, તા. ર૯ : સાઉદી અરબ ખાતે વિવાદો ભર્યા માહોલ વચ્ચે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુનામેન્ટ રમાઇ રહી છે... પરંતુ બે વખત વિશ્વ વિજેતા બની ચૂકેલી યુક્ેનની અન્ના મુજીચુકે સઉદી બુરખો પહેરીને રમવા સામે વિરોધ નોંધાવી કહી દીધું છે કે.. ભલે મારા મેડલો પાછા લઇ લેવાય પણ હું બુરખામાં કયારેય રમીશ નહિ જ.

રિસાયદમાં સા પ્રથમ વખત મોટી ચેસ પ્રતિસ્પર્ધાનું આયોજન થયું છે ત્યારે દુનિયા માટે સઉદી અરબના દરવાજા ખોલવાના પગલાના રૂપે જોવાઇ રહ્યું છે.. એવી જ જ અન્નાનો વિરોધ પણ એવા સમયે ઉઠયો છે જયારે આવનારા વર્ષમાં સઉદી અરબમાં મહિલાઓને ડ્રાઇવિંગ કરવાની છૂટ મળવાની છે ત્યારે જ.

કહેવાય છે કે કતાર અને ઇરાનના ખેલાડીઓ તો ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા છે.

છેલ્લે છેલ્લે વિઝા અપાયા હતા.

અત્રે નોંધનીય છે કે કિંગ સલમાન વર્લ્ડ બ્લિટ્જ એન્ડ રૈપિડ ચેમ્પીયનશીપ્સ ર૦૧૭ના ઓપનિંગ સમારોહમાં અંદાજે પ કરોડની ઇનામની રકમ રખાઇ છે જયારે મહિલા ખેલાડીઓ માટે પણ પોણા બે કરોડ રાખવામાં આવ્યા છે.

(4:04 pm IST)