Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સ્‍પેનના કોચને ‘સ્‍પેશ્‍યલ ડે' એ સદ્‌ગત દીકરી યાદ આવી ગઇ

રવિવારે ફિફા વર્લ્‍ડ કપમાં સ્‍પેનની જર્મની સામેની ૧-૧થી ડ્રો ગયેલી મેચ કરતાં એ દિવસનું મહત્‍વ સ્‍પેનના કોચ લુઇસ એન્રિક માટે વધુ હતું. લુઇસે પત્રકારોને કહ્યુ ં કે ‘રવિવારે મારી પુત્રી ઝાના જો હયાત હોત તો તેણે ૧૩મો બર્થ-ડે ઊજવ્‍યો હોત. ત્રણ વર્ષ પહેલા બોન કેન્‍સરને કારણે તેનું મૃત્‍યુ થયું હતું. જોકે અમે ફેમિલીમાં  તેને દરરોજ યાદ કરીએ છીએ અને પ્રત્‍યેક પળ તેણે બધાં સાથે કેવી રીતે માણી હોત એ યાદ કરતાં રહીએ છીએ.'

(5:45 pm IST)