Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

પ્‍લેયર ઓફ ધ મેચ અર્શદીપ અને ચાહરના તરખાટ સામે આફ્રિકા ભોંય ભેગુઃ ટીમ ઇન્‍ડિયાની જીત

પડકારજનક પિચ ઉપર રાહુલ અને સૂર્યાની ફીફટીઃ રવિવારે બીજો ટી૨૦

નવી દિલ્‍હીઃ પ્‍લેયર ઓફ ધ મેચ ઉપર જાહેર થયેલા અર્શદીપ સિંહની વેધક બોલિંગ બાદ ઓપનર લોકેશ રાહુલ(નોટઆઉટ ૫૧ રન) અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર યાદવની (નોટઆઉટ ૫૦) હાફ સેન્‍ચુરીને કારણે ભારતે સાઉથ આફ્રિકા સામેની પહેલી ટી૨૦ ૮ વિકેટે ૨૦ બોલ બાકી રાખીને જીતી લીધી હતી.

વિજય માટે ૧૦૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ ઝડપથી ગુમાવ્‍યા બાદ રાહુલ અને સૂર્યકુમારે ભારતને પડકારજનક પિચ જિતાડયં હતું.

તિરુવનંતપુરમમાં રમાયેલી પહેલી ટી૨૦માં અર્શદીપ સિંહ અને દીપક ચાહરે શાનદાર સ્‍વિંગ બોલિંગનું પ્રદર્શન કરતાં સાઉથ આફ્રિકાને ૮ વિકેટે માત્ર ૧૦૬ રન કરવા દીધા હતા. જસપ્રીત બુમરાહની પીઠની સમસ્‍યાને કારણે ન રમતા મળેલી તકનો અર્શદીપે (૪ ઓવરમાં ૩૨ રનમાં ત્રણ વિકેટ) અને ચાહરે (૪ ઓવરમાં ૨૪ રન આપી બે વિકેટ) ફાયદો ઉઠાવતાં પિચ પરના બાઉન્‍સનો લાભ ઉઠાવ્‍યો હતો

સાઉથ આફ્રિકા માટે પહેલા ૧૫ બોલ ભારે પડયા હતા માત્ર ૯ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

ઝડપથી પાંચ વિકેટ ગુમાવતાં સાઉથ આફ્રિકા એના આઘાતમાંથી બહાર આવી શકયુ ન હોતું. એઇડન માર્કરમ (૨૫ રન), વેન પાર્નેલ (૨૪ રન) અને કેશવ મહારાજે (૪૧) વળતી લડત આપી હતી. રવિચન્‍દ્રન અશ્વિન, અક્ષર પટેલ અને ફાસ્‍ટ બોલર હર્ષલ પટેલે સાઉથ આફ્રિકાના બેટરોને વધુ છૂટ લેવા ન હોતી દીધી.

(3:56 pm IST)