Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ઓલિમ્‍પિક મેડલિસ્‍ટ હોકી પ્‍લેયર વરિન્‍દ્રસિંહનું નિધન

નવી દિલ્‍હીઃ ઓલિમ્‍પિકસમાં અને વર્લ્‍ડ કપમાં રમી ચૂકેલા ભારતના ભૂતપૂર્વ હોકી ખેલાડી વરિન્‍દરસિંહનું ગઇ કાલે જલંધરમાં ૭૫ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.

ભારત ૧૯૭૫માં હોકીનો વર્લ્‍ડ કપ અને એ પહેલા ૧૯૭૩માં વિશ્વકપનો સિલ્‍વર મેડલ જીત્‍યું હતું અને વરિન્‍દરએ બન્ને મેડલ-વિનિંગ ટીમમાં હતા અને ટીમને ચંદ્રક અપાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. ૧૯૭૩ના વર્લ્‍ડ કપમાં ભારતે ફાઇનલમાં પાકિસ્‍તાનને ૨-૧થી હરાવ્‍યુ હતું.

(3:28 pm IST)