Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

હાર્દિક પડ્યાના ખરાબ પર્ફોમન્સથી કપિલ દેવ નારાજ

નવી દિલ્હી:સેન્ચુરીયન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે ભારતની નાલેશીભરી હાર માટે બેટ્સમેનોનો ધબડકો જવાબદાર બન્યો હતો. તેમાંય યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયા પાસે ચાહકોને ખુબ આશા હતી, પણ તેણે બેજવાબદાર શોટ ફટકારીને વિકેટ ગુમાવી હતી. જેના કારણે ભારતના લેજન્ડરી કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવ તેનાથી ખુબ નારાજ થઈ ગયા હતા. કપિલ દેવે એક મુલાકાતમાં કહ્યું કે, જો પંડયા પ્રકારના છબરડા જારી રાખે તો તેની તુલના મારી સાથે કરવી કરશો. સેન્ચુરીયન ટેસ્ટમાં ભારતની એક પછી એક વિકેટ પડતી જતી હતી, ત્યારે પંડયાએ ( રન) એનગિડીના બહારની તરફ જતાં બોલ પર શોટ ફટકારવાના પ્રયાસમાં વિકેટની પાછળ કેચ આપ્યો હતો અને ડી કૉકે તેને કેચઆઉટ કર્યો હતો

(5:15 pm IST)