Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ટેસ્ટની બન્ને ઈનિંગ્સમાં રન આઉટ થનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો ચેતેશ્વર પુજારા

દક્ષિણ આફ્રિકા : સેન્ચ્યુરિયનમાં યજમાન દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે મેચમાં રન આઉટ થયા બાદ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા એક ટેસ્ટ મેચની બન્ને ઈનિંગ્સમાં રન આઉટ થનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે. આ ઉપરાંત, ટેસ્ટ ઈતિહાસમાં ટેસ્ટ મેચમાં બન્ને ઈનિંગ્સમાં રન આઉટ થનાર બધા ક્રિકેટરોમાં, પુજારા 25મો ખેલાડી છે.

(6:29 pm IST)