Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

પપમી વન-ડે ક્રિકેટમાં ૩૯મી ઇનીંગ રમીને ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયાએ ૧ હજાર રન પૂરા કર્યા

સિડનીઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આઈપીએલમાં વર્ષે બોલિંગ કરી નહીં. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝના પ્રથમ મુકાબલામાં પણ તે માત્ર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. તેવામાં ટીમમાં પંડ્યાના સ્થાન પર પણ સવાલ ઉઠી રહ્યા હતા. પરંતુ સિડની વનડેમાં તેણે પોતાની ભૂમિકાને જસ્ટિફાઇ કરી છે. પંડ્યાએ શાનદાર ઈનિંગ દરમિયાન વનડે આંતરરાષ્ટ્રીયમાં 1 હજાર રન પૂરા કર્યા છે. પંડ્યાની 55મી વનડેમાં 39મી ઈનિંગ હતી

શુક્રવારે સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ મુકાબલા પહેલા પંડ્યાના નામે વનડેમાં 957 રન બતા. એક હજાર રન પૂરા કરવા માટે તેને 43 રનની જરૂર હતી. પંડ્યાએ 23મી ઓવરમાં ગ્લેન મેક્સવેલના બોલ પર સિક્સ ફટકારી વનડે આંતરરાષ્ટ્રીયમાં એક હજાર રન પૂરા કર્યા હતા

હાર્દિક પંડ્યાએ 857 બોલ પર 1 હજાર રન પૂરા કર્યા છે. તે ભારત તરફથી સૌથી ઓછા બોલ પર  1000 ODI રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો છે. પંડ્યાએ કેદાર જાધવને પાછળ છોડ્યો જેણે 937 બોલ પર 1000 રન પૂરા કર્યા હતા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો પંડ્યા પાંચમાં નંબર પર છે. લિસ્ટમાં સૌથી ઉપર આંદ્રે રસેલ છે. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેને 767 બોલ પર 1000 રન પૂરા કર્યા હતા. ત્યારબાદ લ્યૂક રોંચીનો નંબર આવે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માટે રમનારા રોંચીએ 807 બોલનો સામનો કર્યો હતો.

પાકિસ્તાનના વિસ્ફોટક ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ 834 બોલનો સામનો કર્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના કોરી એન્ડરસનનો નંબર આવે છે જેણે 854 બોલ પર 1000 વનડે આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા હતા

(5:05 pm IST)
  • દેશમાં કોરોનાથી રિકવર થનારની સંખ્યા 88 લાખને પાર પહોંચી : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 41,465 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,92,689 થયો :એક્ટીવ કેસ 4, 52, 960 થયા: વધુ 41,974 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,00,860 રિકવર થયા :વધુ 482 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,720 થયો access_time 12:04 am IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST

  • જામનગરની જાણીતી હોટલ રોયલ સ્ટેના માલિક નરેન્દ્રસિંહ પરમારનું દુઃખદ નિધન access_time 10:29 pm IST