Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

હરમનપ્રીત કૌરે શ્રીલંકા સામેની ટી-ર૦ સીરીઝની અંતિમ મેચમાં મિતાલી રાજનો સૌથી વધુ ટી-ર૦ રનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. શ્રીલંકા વિરૂદ્ધ સતત બે મેચમાં ૩૧ અને ૩૯ રનની ઇનિંગ રમી ટી-ર૦મા સૌથી વધુ રન કરનાર ભારતીય મહિલા બેટસમેન બની ગઇ છે

આ પહેલા મિતાલી રાજે ૮૯ મેચની ૮૪ ઇનિંગ્સમા ર,૩૬૪ રન બનાવ્યા હતા.

ભારતીય મહિલા ટીમની ખેલાડી હરમનપ્રીત કૌરે મિતાલી રાજનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. મિતાલીએ આ મહિનાની શરૂઆતમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

જે બાદ હવે તેના રેકોર્ડ પણ તૂટવા લાગ્યા છે. હરમનપ્રીતે શ્રીલંકા સામે અંતિમ T20 મેચમાં મિતાલીનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

ભારતીય મહિલા ક્રિકેટની ઓળખ અને સૌથી સફળ ખેલાડી તથા કપ્તાન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ હવે એમ કહી શકાય કે ધીરે ધીરે તેના યુગનો અનંત આવી રહ્યો છે. કારણકે ભારતીય મહિલા ક્રિકેટને હવે નવા સ્ટાર ક્રિકેટર મળી ગયા છે જેઓ હવે ભારતની મહિલા ક્રિકેટને આગળ વધારશે. હાલની ભારતીય ટીમમાં અનેક એવા નામો છે જે મિતાલીના સમકક્ષ આવી શકે છે, જેમાં સૌથી પહેલું નામ હરમનપ્રીત કૌરનું છે.

હરમનપ્રીત કૌરે શ્રીલંકા સામેની T20 સિરીઝની અંતિમ મેચમાં મિતાલી રાજનો સૌથી વધુ T20 રનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. શ્રીલંકા વિરુદ્ધ સતત બે મેચમાં 31 અને 39 રનની ઇનિંગ રમી T20માં સૌથી વધુ રન કરનાર ભારતીય મહિલા બેટ્સમેન બની ગઈ છે. હરમનપ્રીત કૌરે 124 મેચની 111મી ઈનિંગમાં 2411 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને છ અડધી સદીનો સમાવેશ થાય છે.

આ પહેલા મિતાલી રાજે 89 મેચની 84 ઇનિંગ્સમાં 2,364 રન બનાવ્યા હતા. જેમાં મિતાલીએ 17 ફિફ્ટી ફટકારી હતી. મિતાલીએ ત્રણ વર્ષ પહેલા તેની છેલ્લી T20 મેચ રમી હતી અને અત્યારસુધી આ રેકોર્ડ તેના નામે હતો. મહિલા ક્રિકેટમાં સૌથી વધુ T20 રન બનાવવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડની દિગ્ગજ બેટ્સમેન સુજી બેટ્સના નામે છે. સુજીએ 126 મેચની 123 ઇનિંગ્સમાં રેકોર્ડ 3,380 રન બનાવ્યા છે.

 

 

(3:59 pm IST)