Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વિરાટ ગ્રેટ બેટ્સમેન પણ મર્યાદિત ઓવરોમાં રોહિત ચડિયાતો

પૂર્વ ચીફ સિલેકટર સંદિપ પાટીલે કહ્યું કે મારી દૃષ્ટિએ વન-ડે અને ટી-૨૦માં વિરાટ કરતા રોહિત શર્મા ચડીયાતો બેટ્સમેન છે, મારો મત કદાચ ચાહકોને પસંદ નહિં પડે પણ મને આ લાગી રહ્યુ છે વિરાટ ગ્રેટ બેટ્સમેન છે એની ના નહિં, પરંતુ મર્યાદિત ઓવરોની વાત આવે ત્યારે રોહિત તેના કરતા ચડીયાતો સાબિત થયો છે, રોહિતની બેટીંગ કલ્પના ન કરી શકાય તેવી બેહતરીન છે જો કે મને ખાતરી છે કે લાંબા બ્રેક પછી હવે વિરાટ સાઉથ આફ્રિકામાં સારૂ રમશે.

(11:45 am IST)