Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રોહિત શર્માના પિતાને કોરોના થયો હોવાથી તે મુંબઇ આવ્યાની ચર્ચાઃ ઓસ્ટ્રેલીયાના કવોરન્ટાઇનના નિયમોના કારણે ટેસ્ટ મેચમાં સ્થાન મેળવવુ મુશ્કેલ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સપ્તાહથી રોહિત શર્માની ઈજાને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સને રેકોર્ડ પાંચમી વાર આઈપીએલ ટ્રોફી જીતાડનાર રોહિત યૂએઈથી સીધો ઘરે પરત ફર્યો અને પછી બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમી પહોંચ્યો હતો

પરંતુ પરિસ્થિતિઓ થોડી વધુ જટિલ થઈ ગઈ જેમાં સમાચાર આવ્યા કે તે હેમસ્ટ્રિંગ ઈંજરીથી સંપૂર્ણ સાજો થયો નથી. ત્યારબાદ રોહિત ઓસ્ટ્રેલિયામાં પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થયો અને 14 દિવસના ક્વોરેન્ટીનને જોતા તે અંદાજ લગાવી શકાય કે તે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. પરંતુ વચ્ચે સમાચાર આવ્યા કે રોહિતે ઓસ્ટ્રેલિયા જવું નહતું

હવે માહિતી મળી રહી છે કે રોહિત યૂએઈથી પોતાના પિતાને જોવા મુંબઈ આવ્યો હતો. એક વરિષ્ટ પત્રકારના રિપોર્ટ પ્રમાણે રોહિતના પિતાને કોરોના થઈ ગયો છે તે તેમને જોવા મુંબઈ આવ્યો છે

વરિષ્ઠ પત્રકારે પોતાના વીડિયોમાં કહ્યું, રોહિત મુંબઈ ઈન્ડિયન્સની ટીમની સાથે મુંબઈ પોતાના પિતાને જોવા આવ્યો છે, જેમને કોવિડ થઈ ગયો છે. કારણે તે મુંબઈ પરત ફર્યો હતો. ત્યારબાદ જો રોહિત ટેસ્ટ સિરીઝમાં રમવા ઈચ્છતો નથી તો તેણે નેશનલ ક્રિકેટ એકેડમી જવાની કોઈ જરૂર નથી. તે આરામથી મુંબઈમાં પોતાની પત્ની રિતિકા અને પરિવારની સાથે રહીને પોતાની સફળતા એન્જોય કરી શકે છે. તો એવું કહેવાનું કોઈ કારણ નથી કે તે ટેસ્ટ સિરીઝમાં રમવા ઈચ્છતો નથી

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના ક્વોરેન્ટીન નિયમોને કારણે રોહિતનું ટેસ્ટ સિરીઝમાં સ્થાન મેળવવું મુશ્કેલ હશે, જ્યારે ઈજાગ્રસ્ત ઈશાંત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે

(5:39 pm IST)
  • સુરત મનપા કમિશનર બન્છાનિધિ પાનીનો મોટો નિર્ણય : સુરતમાં કોરોનાનો કહેર વધતા મનપાના સ્ટાફની શનિ-રવિની રજાઓ કરી રદ્દ access_time 11:50 pm IST

  • શ્રીનગર પાસે સુરક્ષા દળો ઉપર આતંકવાદીઓનો હુમલો: જમ્મુ-કાશ્મીર: શ્રીનગર પાસેના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે access_time 10:49 am IST

  • મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય : 30 હજાર સેક્સ વર્કર્સને દર મહિને 5 હજાર રૂપિયા આપશે : ઉપરાંત જેમના બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને દર મહિને અઢી હજાર રૂપિયા વધુ અપાશે : રાજ્યના 32 જિલ્લાની 30 હજાર મહિલા સેક્સ વર્કર્સને આર્થિક સહાય માટે 51 કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન : મહિલા તથા બાળવિકાસ મંત્રી યશોમતી ઠાકુરની ઘોષણાં access_time 11:43 am IST