Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ચહલની બોલીંગ, હુડાની જોરદાર બેટીંગથી જીત મળી

વરસાદના લીધે મેચ ૧૨-૧૨ ઓવરની રમાઈ : હાર્દિક સેનાનો ૭ વિકેટે વિજય : યુઝી ચહલ પ્‍લેયર ઓફ ધ મેચ : હવે આવતીકાલે રાત્રે ૯ વાગ્‍યાથી બીજો મુકાબલો

નવી દિલ્‍હી : ભારત અને આયર્લેન્‍ડ વચ્‍ચે ટી-૨૦ સીરીઝની પહેલી મેચમાં ભારતનો શાનદાર વિજય થયો છે. હાર્દિક પંડયાની કેપ્‍ટન્‍સી હેઠળની પહેલી જ મેચમાં યુવા સ્‍ટાર ક્રિકેટરો ચમક્‍યા હતા અને ૭ વિકેટે વિજય અપાવ્‍યો હતો.
વરસાદના કારણે લગભગ અઢી કલાક બાદ મેચ શરૂ થઈ હતી. અમ્‍પાયરોએ ઓવરો કાપીને મેચ ૧૨-૧૨ ઓવરની કરી હતી.હાર્દિક પંડયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્‍ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લી પાંચ ટ્‍વેન્‍ટી ટ્‍વેન્‍ટી મેચમાં સાઉથ આફ્રિકા સામે કેપ્‍ટન રિષભ પંત ટોસ હર્યો હતો. પણ હાર્દિક અહીં નસીબદાસ સાબિત થયો હતો. હાર્દિક ટીમ ઈન્‍ડિયાનાં કેપ્‍ટન તરીકેની પહેલી જ મેચમાં ટોસ જીત્‍યો હતો અને ટીમને પણ જીત અપાવી હતી.
પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્‍ડે ૧૨ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૦૮ રન બનાવ્‍યા હતા. હેરી ટેક્‍ટરે શાનદાર બેટિંગ કરતા અણનમ ૬૪ રન બનાવ્‍યા હતા.
જવાબમાં ભારતીય ટીમે ૯.૨ ઓવરમાં ત્રણ વિકેટે ૧૧૧ રન બનાવીને મેચ જીતી લીધી હતી. દીપક હુડા ૨૯ બોલમાં ૪૭ રન અને દિનેશ કાર્તિક ૪ બોલમાં ૫ રન બનાવીને અણનમ રહ્યા હતા. આ જીત સાથે ટીમ ઈન્‍ડિયાએ આયર્લેન્‍ડ સામે ૧-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની બીજી મેચ કાલે મંગળવારે રમાશે.સ્‍પિનર યુઝવેન્‍દ્ર ચહલને તેનાં શાનદાર સ્‍પેલ દરમિયાન માત્ર ૧૧ રન આપીને એક વિકેટ ઝડપવા બદલ પ્‍લેયર ઓફ ધ મેચનો ઍવોર્ડ આપવામાં આવ્‍યો હતો.

 

(11:51 am IST)