Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ: લોવલિના બોર્ગોહેને ભારત માટે જીત્યો ચોથો ગોલ્ડ

નવી દિલ્હી: ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેને શનિવારે અહીંના ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે IBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માં ભારતના મેડલ ટેલીમાં ચોથો ગોલ્ડ ઉમેર્યો હતો. તેણીએ ઓસ્ટ્રેલિયન બોક્સર કેટલીન પાર્કરને 5-2 થી હરાવી 75 કિગ્રા વર્ગમાં ટોચનું ઇનામ મેળવ્યું અને તેણીનો પ્રથમ વિશ્વ ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રક જીત્યો. લોવલીનાએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે બોક્સિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી માત્ર બે ભારતીય મહિલાઓમાંની એક છે.દિગ્ગજ બોક્સર મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં રેકોર્ડ છ ગોલ્ડ મેડલ જીત્યા છે.

(8:00 pm IST)