Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

26 વર્ષના ક્રિકેટર જેટલી ફિટનેસ છે 36 વર્ષના ધોનીમાં: કોચ શાસ્ત્રી

નવી દિલ્હી:મહેન્દ્રસિંહ ધોનીની ઉંમર ભલે ૩૬ વર્ષની હોય પરંતુ તેની ફિટનેસ ૨૬ વર્ષના કેટલાક ક્રિકેટરોને પણ શરમાવી દે તેવી ચઢિયાતી છે તેમ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે. શ્રીલંકા સામેની  ટ્વેન્ટી૨૦ શ્રેણી બાદ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, 'આપણે મૂર્ખ નથી. હું છેલ્લા ૪૦ વર્ષથી ક્રિકેટની રમત સાથે સંકળાયેલો છું. કોહલી એક દાયકાથી ભારતીય ટીમ સાથે જોડાયેલો છે. આપણે જાણીએ છીએ કે, ધોની ઉંમરે પણ ફિટનેસના મામલે ૨૬ વર્ષના ક્રિકેટરોને મા' આપી શકે તેમ છે. જે લોકો ધોનીની ટીકા કરી રહ્યા છે, તેઓ પણ રમત રમી ચૂક્યાનું ભૂલી ગયા છે. ટીકાકારોએ અરીસા સામે ઉભા રહીને પોતે ૩૬ વર્ષની ઉંમરે શું કરતા હતા તેનો સવાલ પૂછવો જોઇએ. શું તે લોકો ધોની જેટલી ઝડપથી દોડી શકતા હતા? તેઓ જ્યારે બે રન દોડીને પૂરા કરે ત્યારે ધોની ત્રીજો રન દોડીને પૂરો કરી ચૂક્યો હોય છે. વ્યક્તિ ભારતને બે આઇસીસી ટ્રોફી અપાવી ચૂક્યો છે અને તેની એવરેજ ૫૧ની છે. હકીકત છે કે આજે પણ આપણી વન-ડે ટીમને ધોનીનો વિકલ્પનો વિકેટકીપર મળ્યો નથી. ફક્ત ભારત નહીં હાલના સમયે વિશ્વનો શ્રેષ્ઠ વિકેટકીપર-બેટ્સમેન હોય તો તે ધોની છે. તેનામાં કેટલીક એવી ખાસિયતો છે જે માર્કેટમાં વેચાતી મળતી નથી. ૨૦૧૯ના વન-ડે વર્લ્ડકપમાં રમવા માગતો હોવાથી તેણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કર્યું છે. '  ભારતીય ટીમને આવતા મહિનાથી દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં રમવાનું છે. અંગે શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, 'અમારા માટે દરેક હરીફો એકસમાન છે. ઘરમાં રમી રહ્યા હોઇએ કે વિદેશમાં અમે દરેક હરીફને એકસરખું સન્માન આપીએ છીએ. દક્ષિણ આફ્રિકા એટલા માટે અલગ છે કેમકે ત્યાં અમે હજુ સુધી શ્રેણી જીતી શક્યા નથી. ટીમ દક્ષિણ આફ્રિકામાં કંઇક વિશિષ્ટ કરવાનો વિશ્વાસ ધરાવે છે. અમે દક્ષિણ આફ્રિકામાં શ્રેણી નહીં જીતવાનો ઈતિહાસ બદલવા પૂરા પ્રયાસ કરીશું. ' શાસ્ત્રીએ કોહલીના બ્રેક લેવાના નિર્ણયને પણ બિરદાવ્યો હતો અને ઉમેર્યું હતું કે, 'વિરાટની સૌથી સારી બાબત છે કે તે મહેનત કરવામાં ક્યારેય પાછું વળીને જોતો નથી. પોતાની અને ટીમની રમત કેમ વધારે સુધારવી તેના દિમાગમાં ચાલતું રહે છે. પ્રકારના કેપ્ટનની હાજરીથી ટીમમાં એક નવો જોશ આવી જાય છે. ટીમની ખાસિયત છે કે તે 'હું' નહીં પણ 'અમે'માં માને છે.

(5:22 pm IST)