Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અપશબ્દોને સાંખી નહી લઈએઃ લેન્ગર

કાંગારૂ ખેલાડીઓ કોઈપણ વિવાદને એક હદની બહાર નહી લઈ જાયઃ ઓસ્ટ્રેલીયન કોચ

સિડનીઃ ઓસ્ટ્રેલીયાના કોચ જસ્ટિન લેન્ગરે કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા સિરીઝ દરમ્યાન અપશબ્દોને સાંખી નહીં લેવાય, ઓપનર ડેવિડ વોર્નરે કહ્યું હતું કે વિરાટ કોહલીની ટીમ આ પ્રવાસ દરમ્યાન મને ભડકાવવાનો પ્રયાસ કરશે, પરંતુ લેન્ગરે કહ્યું હતું કે ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ કોઈપણ વિવાદ તેમજ તૂતૂમેંમેંને એક હદથી બહાર નહીં જવા દે. આવતીકાલથી શરૂ થનારી વન-ડે સિરીઝ પહેલા મીડિયા સાથે વાતચીત દરમ્યાન લેન્ગરે કહ્યું હતું કે વિવાદ માટે ઘણી તકો મળશે. અનેે માણજો, વિરોધી ટીમની સાથે તૂતૂમેંમેં પણ કરજો, પરંતુ દૂરવ્યવહારને કોઈ સ્થાન નથી.

૨૦૧૮ દરમ્યાન ભારત સામે રમાયેલી ટેસ્ટ સિરીઝ દરમ્યાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલીયાના કેપ્ટન ટીમ પેઈન વચ્ચે થયેલી ટકકરને યાદ કરતાં લેન્ગરે કહ્યું હતું કે કોહલી જે કરી રહ્યો હતો એ અમને પસંદ પડયું હતું. કારણ કે એની પાછળ મજાક કરવાની ભાવના હતી. કોઈપણ ભોગ જીતવાની ઓસ્ટ્રેલિયાની ટીમની આદત અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી. વિવાદ બાદ એમાં સુધારો લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે અગાઉ અમારા ખેલાડીઓ જ એવા પ્રકારના હતા કે સામે વાળી ટીમ નર્વસ થઈ હતી.

(2:26 pm IST)