Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

નિવૃત્તિ બાદ ધોની ઓર્ગેનિક ખેતી અને ડેરી ફાર્મના વ્યવસાયમાં વ્યસ્ત

ધોનીના ફાર્મ હાઉસમાં સીઝનેબલ શાકભાજીની ખેતી : પ્રતિ દિન 80 કિલો ટામેટાનુ ઉત્પાદન

રાંચી : ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાંસ લીધા બાદ, હવે પોતાનુ ધ્યાન ડેરી ફાર્મ સાથે સાથે ઓર્ગેનિક ખેતી પર પણ લગાવી દીધુ છે. ધોનીએ રાંચીના ધુર્વા સ્થિત સેમ્બોમાં 55 એકરમાં ફાર્મિગ કરી રહ્યો છે. જેમાં તે ડેરી ફાર્મની સાથે સાથે ઓર્ગેનિક ખેતી પણ કરી રહ્યો છે. ધોની ફાર્મ હાઉસમાં હાલમાં સિઝનેબલ શાકભાજીના ઉત્પાદન કરે છે.

અત્યારે તેના ફાર્મ હાઉસ પર ટામેટા, ફ્લાવર, કોબીજ, બ્રોકોલી જેવી ખેતી થઇ રહી છે. જેમાં હાલમાં ટામેટાનુ ઉત્પાદન શરુ થઇ ચુક્યુ છે. ધોનીના ફાર્મ હાઉસમાં પ્રતિ દિન 80 કિલો ટામેટાનુ ઉત્પાદન શરુ થયુ છે. બજારમાં તેની ખુબ ડીમાન્ડ પણ છે, સવારે સવારે જ તેના ટામેટા પણ વેચાઇ જાય છે. ટામેટાનુ ઉત્પાદન પુરી રીતે ઓર્ગેનિક રુપ થી કરવામાં આવી રહ્યુ છે. આવનારા એકાદ સપ્તાહમાં ધોનીના ફાર્મ હાઉસની ઉત્પાદિત કોબીજનો રાંચીના લોકો પણ સ્વાદ લઇ શકશે. જોકે હાલમાં તો ધોનીના ફાર્મના ટામેટા 40 રુપિયા પ્રતિકીલો વેચાઇ રહ્યા છે.

આ ઉપરાંત ધોનીના ફાર્મ હાઉસમાં દૈનિક લગભગ 300 લીટર દુધનુ ઉત્પાદન થઇ રહ્યુ છે. તેનુ દુધ પણ સીધુ જ બજારમાં વેચાઇ રહ્યુ છે. 55 રુપીયા પ્રતિ લીટર દુધ વેચાઇ રહ્યુ છે. ધોનીના ફાર્મની ડેરીની દેખરેખ રાખી રહેલા ડોક્ટર વિશ્વરંજન ને કહ્યુ છે કે, ધોનીએ ભારતીય નસલની સાહીવાલ અને ફ્રાન્સની નસલની ફ્રીઝિયન ગાયને રાખી છે. ધોનીની ગૌ શાળામાં હાલમાં 70 જેટલી ગાયો છે. જે તમમ ગાયો પંજાબ થી લાવવામાં આવી હતી. ધોનીના ફાર્મ હાઉસની દેખરેખ શિવનંદન અને તેની પત્નિ સુમન યાદવ કરી રહ્યા છે. તેમની જ જવાબદારી પર શાકભાજીનો પુરો કારોબર ચાલે છે.

શિવનંદને બતાવ્યુ હતુ કે અત્યાર સુધીમાં લાખો રુપિયા તેમણે ધોનીના એકાઉન્ટમાં નાંખ્યા છે. ધોનીએ પોતાના ફાર્મ હાઉસની ઉત્પાદિત શાકભાજી અને ડેરી ફાર્મથી ખુબ ખુશ છે. ધોની જ્યારે રાંચી માં રહે છે, તો તે પ્રત્યેક બે ત્રણ દિવસે અહી પોતાના ફાર્મને જોવા માટે જરુર આવે છે. તેમણે બતાવ્યુ કે જે રીતે શાકભાજીનુ ઓર્ગેનિક રુપ થી ઉત્પાદન થઇ રહ્યુ છે તો ધોનીએ તેને જોઇને ખુબ ખુશ છે. શાકભાજી અને દુધ વેચીને જે પણ પૈસા મળે છે તે સીધા જ ધોનીના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. ધોની ના ડેરી ફાર્મમાં રાખવામાં આવેલી ગાયો ની પાસે આવીને પણ ધોની કેટલીક પળો વિતાવે છે.

(10:10 am IST)