Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

આઇપીએલ ક્રિકેટની પ્‍લેઓફનો બીસીસીઆઇ દ્વારા કાર્યક્રમ જાહેરઃ 5 નવેમ્‍બરથી પ્રારંભઃ ટુર્નામેન્‍ટની ફાઇનલ મેચ 10 નવેમ્‍બરે રમાશે

નવી દિલ્હીઃ યૂએઈમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 13મી સીઝનના પ્લેઓફનો કાર્યક્રમ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જાહેર કરી દીધો છે. પ્લેઓફની શરૂઆત 5 નવેમ્બરથી થશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 10 નવેમ્બરે રમાશે. પ્લેઓફમાં ક્વોલિફાયર-1, એલિમિનેટર અને ફાઇનલનું આયોજન દુબઈમાં કરવામાં આવશે. જ્યારે ક્વોલિફાયર-2ની યજમાની અબુધાબી કરશે.

આ છે પ્લેઓફનો કાર્યક્રમ

ક્વોલિફાયર- ટીમ 1 vs ટીમ 2, 5 નવેમ્બર દુબઈ

એલિમિનેટરઃ ટીમ 3 vs ટીમ 4, 6 નવેમ્બર, દુબઈ

ક્વોલિફાયર- 2: વિનર એલિમિનેટર vs લુઝર ઓફ ક્વોલિફાયર-1

ફાઇનલઃ વિનર ઓફ ક્વોલિફાયર 1 vs વિનર ઓફ ક્વોલિફાયર 2, દુબઈ

(પ્લેઓફની બધી મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થશે.

શારજાહમાં રમાશે વુમન ટી-20 ચેલેન્જ

તો 4 નવેમ્બરથી શરૂ થઈ રહેલી મહિલા ટી20 ચેલેન્જ ટૂર્નામેન્ટની યજમાની શારજાહ કરશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 4 મેચ રમાશે અને તેની ફાઇનલ મેચ 9 નવેમ્બરે રમાશે.

(4:46 pm IST)