Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

આપણે અંતિમ પળ સુધી હાર ન માનવી જોઇએ અને અંત સુધી લડાઇ ચાલુ રાખવી જોઇએઃ જીત બાદ મેદાન તરફ નજર ફેરવીને પ્રિતી ઝીંટાએ ફલાઇંગ કિસ કરતા ભારે ચર્ચા

દુબઇ: કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ ( KXIP) ને આઈપીએલ 2020 (IPL 2020) ની શરૂઆતમાં કંઈ ખાસ સફળતા મળી ન હીત. પરંતુ જે રીતે ટીમે સતત 4 જીત મેળવી લીધી છે, તે કાબિલે-દાદ છે. શનિવારે પંજાબની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને રોમાંચક મુકાબલામાં 12 રનથી માત આપી હતી અને પોઈન્ટ ટેબલમાં 5મુ સ્થાન મેળવ્યું હતું. આ જીત બાદ પંજાબના પ્લેયર્સ બહુ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. તો ટીમની માલિક પ્રીતિ ઝિંટાની ખુશીમાં પણ ચાર ચાંદ લાગી ગયા છે. જીત બાદ પ્રીતિએ મેદાન તરફ નજર ફેરવીને ફ્લાઈંગ કિસ આપી હતી. આ મોમેન્ટને તેના ફેન્સ બહુ જ પસંદ કરી રહ્યાં છે.

પ્રીતિ ઝિંટાની ફ્લાઈંગ કિસ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાને ચગડોળે ચઢી છે. ચાર જીતથી પ્રીતિ ઝિંટા હાલ ફુલ ફોર્મમાં છે. પ્રીતિએ ટ્વિટર પર લખ્યું કે, હુ એટલી ઉત્સાહિત છું કે આજે ઊંઘી નહિ શકું. પરંતુ કોઈ વાત નથી. અપના પંજાબ જીત ગયા. આશા રાખું છું કે, આપણે હવે આપણા ફેન્સને કોઈ ઝટકા નહિ આપીએ. આજે આપણને બધાને શીખ મળી છે કે, આપણે અંતિમ પળ સુધી હાર માનવી ન જોઈએ. અને અંત સુધી લડાઈ ચાલુ રાખવી જોઈએ.

સાથે જ પ્રીતિએ આ જીતની ક્રેડિટ પોતાની ટીમના બેટ્સમેનને આપી છે. જેમાં ક્રિસ જોર્ડન, મોહંમદ શમી, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, અશ્વિન મુરૂગન અને મનદીપ સિંહ સામેલ છે. સાથે જ પ્રીતિએ કેએલ રાહુલના કેપ્ટનશિપના પણ વખાણ કર્યાં છે.

પ્રીતિ ઝિંટાની આ ખુશીમાં તેના ફેન્સ પણ સામેલ થઈ ગયા છે. ફેન્સે ટ્વિટર પર પ્રીતિને જીતના અભિનંદન આપ્યા છે. અલગ અલગ અંદાજમાં ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. આવો જોઈએ આવી જ કેટલીક ટ્વીટ.

 

(4:46 pm IST)