Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

આ દેશ શું ટેલેન્‍ટ પેદા કરી છે... શુભમન ગિલ...વોવ ઉપરાઉપરી બે જબરદસ્‍ત સેન્‍ચુરી

ગાંગુલીએ કોહલીના ચાહકોને ટ્‍વીટ ટ્‍વિસ્‍ટ કરવા બદલ વખોડયા

નવી દલ્‍હિી : ૨૧મીએ ગુજરાત ટાઇટનસના શુભમન ગિલના મેચ-વિનિંગ અણનમ ૧૦૪ રન સામે બેન્‍ગલોરના કોહલીના અણનમ ૧૦૧ રન ઝાંખા પડી ગયા એને બીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ ગાંગુલીએ એક ટ્‍વિસ્‍ટ કરવા બદલ ગાંગુલીએ લખ્‍યું હતુંકે ‘આ દેશે શું ટેલન્‍ટ પેદા કરી છે...શુભ મન ગિલ...વોવ...ઉપરાઉપરી બે જબરદસ્‍ત સેનચુરી...આઇપીએલ...આ ટુર્નામેન્‍ટનું  ધોરણ કેટલું બધું સારૂ છે.'

ગાંગુલીએ જાણી જોઇને કોહલીનો ઉલ્લેખ ટ્‍વીટમાં ન કર્યાે  હોવાનું તેના કેટલાક ચાહકોએ જણાવતાં ગાંગુલીએ તેમને ટકોર કરતાં લખ્‍યું કે‘ મને આશા છે કે આ ટ્‍વીટને ટ્‍વિસ્‍ટ કરનારાઓ સરખુ અંગ્રેજી જાણતા હશે. જો ન જાણતા હો તો કોઇ જવાબદાર વ્‍યકિત પાસેથી જાણી લો કેમે શું અને કયા અર્થમા લખ્‍યું છે.' એવું જણાવીને ગાંગુલીએ સમજાવ્‍યું કે તેઓ ગિલની આ વખતની આઇપીએલની ટ્‍વિન સેન્‍ચુરીની વાત કરી રહ્યા હતા.

 

(4:03 pm IST)