Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ચેલ્‍સી ક્‍લબ વિક્રમજનક અધધ... ૨૪૧ અબજ રૂપિયામાં વેચાઇ

ઇંગ્‍લીશ પ્રિમીયર લીગની

નવી દિલ્‍હીઃ ઇંગ્‍લેન્‍ડની ઇંગ્‍લિશ પ્રીમિયર લીગની ચેલ્‍સી ક્‍લબને અમેરિકાની લોસ એન્‍જલસ ડોજર્સ નામની બેઝબોલ ટીમના સહ-માલિક તેમ જ અમેરિકાના બિઝનેસમેન, ઇન્‍વેસ્‍ટર અને દાતા ટોડ બોએલીએ ખરીદી લીધી છે.

બ્રિટનની સરકારે આ વેચાણ- ખરીદીને મંજૂરી આપી છે.બોએલીએ ચેલ્‍સી ક્‍લબને ૩.૧ અબજ ડોલર (અંદાજે ૨૪૧ અબજ રૂપિયા) ખરીદી છે. વિશ્વમાં કોઇ પણ એક સ્‍પોર્ટ્‍સ ક્‍લબને ખરીદવા માટે અપાયેલી આ સોેથી મોટી રકમ છે.

(4:09 pm IST)