Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

રોહિત-ઈશાંત ઓસ્ટ્રેલિયા માટે ટીમનો હિસ્સો ન હતાઃ BCCI

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જ વિવાદ : ટીમ ઇન્ડિયાના સ્ટોફટ બેટ્સમેન રોહિતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે ગેરસમજ ફેલાઇ હોવાનું BCCIનું રટણ

મુંબઈ, તા. ૨૫ : રોહિત શર્મા અને ઝડપી બોલર ઇશાંત શર્માને ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ મેચ માટે બહાર કરી દેવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યા નથી, જ્યારે સીરિઝ શરૂ થવા માટે હવે થોડા દિવસો બાકી છે. બીજી તરફ રોહિત અને ઇશાંતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે બીસીસીઆઈએ પ્રતિક્રિયા આપતાં નિરાશા વ્યક્ત કરી છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે રોહિત અને ઇશાંત ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટેસ્ટ ટીમનો ભાગ હતા. ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતની ૧૮ સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. હવે વિરાટ કોહલી પાછા આવી રહ્યો છે અને શ્રેયસ ઐય્યર ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયામાં રોકાશે.

અહેવાલો મુજબ રોહિતનો મેડિકલ રિપોર્ટ ૧૧ ડિસેમ્બરે આવવાનો હતો. અને ત્યારબાદ નક્કી થવાનું હતું કે તે રમવા માટે ફીટ છે કે નહીં. પરંતુ સિવાય બીજા પણ ઘણાં અવરોધો છે. જો તેને ૧૨મીએ મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે છે, તો તે સમયે કોઈ કોમર્શિયલ ફ્લાઇટ ઉપલબ્ધ નથી. આમ હોવા છતાં જો તે ત્યાં પહોંચે છે, તો તેને ઓસ્ટ્રેલિયન નિયમ હેઠળ ૧૪ દિવસ માટે ક્વોરન્ટીન રહેવું પડશે. અને તે બાદ તે ટીમ માટે ઉપલબ્ધ રહેશે. તેથી તેનું પ્લેઈંગ ઈલેવનમાં બની રહેવું મુશ્કેલ છે. બીજી તરફ બીસીસીઆઈના કેટલાક અધિકારીઓ અનુસાર એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે રોહિત ૧૨ નવેમ્બરે આખી ટીમ સાથે ઓસ્ટ્રેલિયા રવાના થશે. પરંતુ તેણે આમ કર્યું અને એનસીએ જતો રહ્યો. બોર્ડ વતી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે રોહિતને એનસીએ જવા માટે કોણે કહ્યું તે કોઈને ખબર નથી. ત્યાં જવું તેનો પોતાનો નિર્ણય હતો. હવે તે સંપૂર્ણ રીતે ફીટ છે કે નહીં તેનો નિર્ણય એનસીએના હાથમાં છે. બોર્ડ વતી કહેવામાં આવ્યું હતું કે રોહિતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે ગેરસમજ ફેલાઇ છે. આવી સ્થિતિમાં ટીમની તૈયારી પર જે કંઇ મૂંઝવણ છે તેની અસર પડી રહી છે. વિરાટે પાછા જવું પડ્યું કારણ કે તે ખૂબ મહત્વપૂર્ણ છે. અગાઉના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રોહિત શર્માએ પણ આવું કર્યું હતું. દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે યોગ્ય સંવાદની ગેરહાજરીમાં બધી ગેરસમજો સામે આવી છે.

બીસીસીઆઈના સુત્રોએ ઈશાંતને લઈને કહ્યું કે તેણે એક મહિના પહેલાં એનસીએમાં મોકલી દેવામાં આવ્યો હતો. જ્યાં તેને ચાર અઠવાડિયા માટે દેખરેખની જરૂર હતી. તેવામાં ૧૭ ડિસેમ્બરે તે ફિટ થઈ શકતો, જેનો કોઈ ફાયદો નથી.

(8:49 pm IST)