Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રાશિદ કરતાં ચહલ બેસ્‍ટ

ચહલ દરેક પ્રકારના બોલ ફેંકી શકે છે. રશિદ સ્‍ટમ્‍પ ટુ સ્‍ટમ્‍પ જ બોલીંગ કરે છે

નવી દિલ્‍હી : સ્‍પોર્ટસના એક પૂર્વ બેટર મોહમ્‍મદ કૈફે વેબસાઇટને આપેલા ઇન્‍ટરવ્‍યુમાં ચહલ અને રાશિદમાં સારા બોલર વિશે વાત કરતા કહ્યુ કે ચહલ મારા માટે નંબર ૧ છે.આનું કારણ એ છે કે તેમની પાસે વિવિધતા છે . તેના કેટલાક બોલ માત્ર ૭૦ કિલોમીટર  પ્રતિ કલાકની આસપાસ રહે છે. તેની પાસે ઝડપી બોલ પણ છે. કયારેક તે ઓફ-સ્‍ટમ્‍પની બહાર તો કયારેક લેગ સ્‍ટમ્‍પની બહાર બોલિંગ કરે છે. તે સીધો બોલ પર ફેકે છે. તે પીચનો ચતુરાઇથી ઉપયોગ કરે છે.

રાશિદ ખાન વિશે વાત કરતા તેણે કહ્યું ં કે રાશિદ ખાન પીચનો આટલો ઉપયોગ નથી કરતા. તેની મોટી તાકાત ચોકસાઇ છે. તે પોતાનો બોલ ઓફ સ્‍ટમ્‍પની નજીક રાખે છે. અને સ્‍ટેમ્‍પ ટુ સ્‍ટેમ્‍પ બોલ કરવાનું પસંદ કરે છે. તે જ સમયે,, ચહલ ડ્રાઇવર વધુ છે. તેની પાસે રશિદ કરતાં વધુ વૈવિધ્‍ય છે, જે તેને રાશિદથી અલગ કરે છે.

(4:42 pm IST)