Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ભારતની અેક માત્ર મહિલા ઓલિમ્‍પિકસ ખેલાડી મેરીકોલમ સ્ત્રાન્દજા બોકિસંગ ટુર્નામેન્‍ટની ફાઇલમાં મેરી

નવી દિલ્હી : ભારતની એકમાત્ર મહિલા ઓલિમ્પિક મેડાલીસ્ટ અને પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરી કોમે સ્ત્રાન્દજા બોક્સિંગ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. તેણે સેમિ ફાઈનલમાં ચીનની યે જીએલીને પરાસ્ત કરતાં આગેકૂચ કરી હતી. મેરી કોમ સતત ત્રીજી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં મેડલ જીતવા તરફ આગળ વધી રહી છે. જ્યારે મેન્સ કેટેગરીમાં વિકાસ ક્રિશ્નને (૭૫ કિગ્રા), સતીશ કુમારે (૯૧ કિગ્રા) અને ગૌરવ સોલંકીએ (૫૨ કિગ્રા) પોતપોતાના મુકાબલા જીતીને સેમિ ફાઈનલમાં પ્રવેશતાં મેડલ નિશ્ચિત કરી દીધું હતુ.

(1:09 pm IST)