Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ત્રીજા વન-ડેમાં ધીમા ઓવરરેટ બદલ

આઇસીસીએ ટીમ ઇન્‍ડિયાને ફટકાર્યો દંડઃ મેચ ફીની ૪૦ ટકા રકમ કાપી લેવાઇ

નવી દિલ્‍હીઃ  વન-ડે સિરીઝમાં કારમી હાર બાદ ટીમ ઈન્‍ડિયાને આકરી સજા મળી છે.  દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં ધીમી ઓવર રેટ માટે ટીમ ઈન્‍ડિયાના ખેલાડીઓને મેચ ફીના ૪૦ ટકા દંડ ફટકારવામાં આવ્‍યો છે. આઇસીસીએ કહ્યું કે કેપ્‍ટન કેએલ રાહુલની ટીમે નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી ફેંકી હતી, જેને ધ્‍યાનમાં રાખીને મેચ રેફરી એન્‍ડી પાયક્રોફ્‌ટે ટીમ ઈન્‍ડિયાને દંડ ફટકાર્યો છે.
 આઇસીસીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ખેલાડીઓ અને સહાયક ટીમના સભ્‍યો માટે આઇસીસી આચાર સંહિતાની કલમ ૨.૨૨ અનુસાર, દરેક ઓવરના વિલંબ માટે ખેલાડીની મેચ ફીના ૨૦ ટકા લાદવામાં આવે છે.  કેપ્‍ટન કેએલ રાહુલે આરોપ સ્‍વીકારી લીધો છે, ત્‍યારબાદ આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર નથી. મેચ બાદ મેદાન પરના અમ્‍પાયર મારાઈસ ઈરાસ્‍મસ, બોંગાની, થર્ડ અમ્‍પાયર અલાઉદ્દીન પાલેકર અને ચોથા અમ્‍પાયર એડ્રિયન હોલ્‍ડસ્‍ટોકે ટીમ ઈન્‍ડિયા પર આ આરોપ લગાવ્‍યો હતો.

 

(2:49 pm IST)