Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

હવે સુરેશ રૈનાને પણ લાગ્યો 'પુષ્પા'નો રંગઃ 'શ્રીવલ્લી' પરની ઇન્સ્ટા રીલ થઇ વાયરલ

ફિલ્મ પુષ્પાનો જાદુ હજુ પણ લોકો પરથી ઓસર્યો નથી : લોકો આ ફિલ્મના સોંગ પર સંખ્યાબંધ રીલ્સ બનાવી રહ્યા છે : પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પણ મજાનો વીડિયો શેર કર્યો છે

મુંબઇ તા. ૨૫ : અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાના સ્ટારર પુષ્પા ફિલ્મનો ક્રેઝ રિલીઝના એક મહિના બાદ પણ હજુ યથાવત જ છે. આ ફિલ્મના સોંગ અને ડાયલોગ્સ પર અનેક રીલ્સ બની ચૂકી છે. આ સિવાય હજુ પણ લોકો વીડિયો બનાવી રહ્યા છે. ત્યારે આ લિસ્ટમાં હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાનું નામ પણ જોડાયુ છે. સુરેશ રૈનાએ તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેના પરિવાર સાથે પુષ્પા ફિલ્મના સોંગ શ્રીવલ્લી પર ડાન્સ કરતો નજરે પડી રહ્યો છે.

તાજેતરમાં જ સુરેશ રૈનાએ પોતાના ઘરમાં પુષ્પાના હિન્દી વર્ઝનના સોંગ પર ડાન્સ કરતો વીડિયો બનાવ્યો છે. આ વીડિયામાં પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના અલ્લુ અર્જૂનની સ્ટાઈલમાં જ પરફોર્મ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સુરેશ રૈનાની આ પોસ્ટ પર ખુદ અલ્લુ અર્જૂન તેલૂગુ ભાષામાં કોમેન્ટ કરીને તેની પ્રશંસા કરી રહ્યો છે.

આ વીડિયા હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય અલ્લુ અર્જૂના ફેન્સ પણ આ વીડિયો જોઈને ખુશ છે. આ રીલને શેર કરતા સુરેશ રૈનાએ પણ પુષ્પરાજના ભારોભાર વખાણ કર્યા છે. સુરેશ રૈનાએ કેપ્શનમાં લખ્યું કે, હું પણ આ સોંગ પર એકટ રીલ બનાવતા મારી જાતને રોકી શકયો નહીં. ભાઈ પુષ્પામાં શું જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. સફળતા માટે તને ખૂબ જ શુભેચ્છાઓ. વીડિયો જોઈને અલ્લુ અર્જૂને સુરેશ રૈનાની પ્રશંસા કરી અને કોમેન્ટ કરીને લખ્યું કે, ગ્રેટ. આ સિવાય ફેન્સ પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પહેલાં ડેવિડ વોર્નર અને પછી તેની દીકરીઓનો પણ આવો જ એક મજાનો વીડિયો સામે આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના બેટ્સમેન ડેવિડ વોર્નરે પુષ્પાના એક ગીત પર ડાન્સ વીડિયો શેર કર્યો હતો અને હવે તેમની દીકરીઓ પર પણ ફિલ્મનો રંગ ચઢ્યો છે. ડેવિડ વોર્નરની દીકરીઓએ ફિલ્મના ગીત સામી સામી પર ડાન્સ કર્યો છે. ડેવિડ વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે અને અલ્લુ અર્જુને પણ તેના પર પ્રતિક્રિયા આપી છે.

(10:11 am IST)