Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2023

ઓસ્‍ટ્રેલિયા નસીબથી નહીં, કમિન્‍સની સમજદારીથી જીતી ગયું: અશ્વિન

‘અમદાવાદની પિચ પર ઓડિશાની કાળી માટી પથરાઈ હોવાથી ઑસ્‍ટ્રેલિયાએ પછીથી બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું'

 

નવી દિલ્‍હીઃ  ફાઈનલની કેટલીક બાબતોથી અશ્વિનને સમજાઈ ગયું છે કે ઑસ્‍ટ્રેલિયનો ભાગ્‍યના  સાથથી કે નસીબથી નહોતા જીત્‍યા, પણ ખાસ કરીને કૅપ્‍ટન પૅટ કમિન્‍સના વ્‍યૂહાત્‍મક નિર્ણયોથી અને સમજદારીથી જીત્‍યા હતા.

અશ્વિને  પોતાની યુટયુબ ચેનલ પર કહ્યું હતું કે ઓસ્‍ટ્રેલિયનોનો ફાઇનલ માટેનો વ્‍યૂહ અસાધારણ હતો. હું તો સમજતો હતો કે તેઓ ટોસ જીતશે તો ઇતિહાસને અનુસરીને પ્રથમ બૅટિંગ કરશે, કારણ કે વિન ધ ટોસ એન્‍ડ બેટ' એ જ તેમનો મંત્ર રહ્યો છે. પિચ પરની માટી અમદાવાદની નહીં, પણ ઓડિશાની હતી અને પિચ બહુ તૂટે એવી નહોતી. મને જાણવા મળ્‍યું કે પિચમાં કાળી માટી હોવાથી સાંજ પડતાં એ પિચ પર સાંજે બૅટિંગ કરનારને વધુ ફાયદો થાય. સાઉથ આફ્રિકા સામે લખનઉમાં રમીને ઓસ્‍ટ્રેલિયનો એટલું શીખ્‍યા હતા કે લાલ માટીવાળી પિચ પર પ્રથમ બૅટિંગ કરાય અને કાળી માટી પર સેકન્‍ડ ઇનિંગ્‍સમાં, કારણ કે એમાં સાંજના ડ્‍યૂનો બૅટિંગ સાઇડને ફાયદો મળે.'

(4:13 pm IST)