Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ટેસ્ટમાં કોહલીને મિસ કરીશુ, અન્ય ખેલાડીને પણ તક મળશેઃ શાસ્ત્રી

સિડનીઃ. વિરાટ કોહલી ઓસ્ટ્રેલીયા સામેની પહેલી ટેસ્ટ મેચ બાદ ભારત પાછો આવી રહ્યો છે. એવામાં ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ટીમમાં તેની ખાલી થનારી જગ્યાએ અન્ય ખેલાડીને રમવાની તક મળશે.

આ સંદર્ભે શાસ્ત્રીએ કહ્યું કે મારા ખ્યાલથી તેનો નિર્ણય યોગ્ય છે. આવી ક્ષણ જીવનમાં વારંવાર નથી આવતી. તેને આ તક મળી છે અને તે સ્વદેશ પાછો જાય છે. મારા ખ્યાલથી તે પોતે આ વિશે ઘણો ખુશ છે. છેલ્લા પાંચ-છ વર્ષમાં તમે જોશો તો તમને ખબર પડશે કે ભારતની સફળતા પાછળ તેનુ ઘણુ મોટું યોગદાન છે અને એ વાતમાં કોઈ બેમત નથી, અમે ચોક્કસ તેને મિસ કરીશું, પણ સાથે સાથે મારે એમ પણ કહેવુ જોઈએ કે તેની ગેરહાજરીને લીધે અન્ય ખેલાડીને રમવાની તક મળશે. ટીમ પાસે અન્ય એવા ઘણા પ્લેયર છે જે તકની રાહ જોઈ રહ્યા છે. કદાચ તેમને માટે આ તક છે.

(2:35 pm IST)
  • કેન્દ્રીય કર્મચારીઓને આવતા વર્ષના જુલાઈથી મો. ભથ્થામાં વધારો મળશેઃ જુલાઈમાં તે ૪ ટકા વધશેઃ હાલ તે ફ્રીઝ થયેલ છેઃ ૧૭ ટકા હતુ જે વધીને ૨૧ ટકા થશે access_time 3:48 pm IST

  • પાક.નો બેટસમેન ફખર ઝમાન ન્યુઝીલેન્ડની ટૂરમાંથી આઉટ : લાહોર : પાકિસ્તાનના બેટસમેન ફખર ઝમાનને તાવ આવતા તે ન્યુઝીલેન્ડના પ્રવાસમાંથી બહાર થઇ ગયો છે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ૧૮ ડીસેમ્બરથી ત્રણ ટી-ર૦ અને બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાનાર છે. access_time 2:35 pm IST

  • મનોજ સીસોદીયા ઉપર ભાજપ બરાબર તૂટી પડ્યુઃ દિલ્હીના ઉપમુખ્યમંત્રી 'આપ' પક્ષના મનીષ સીસોદીયા એક લગ્નમાં 'માસ્ક' પહેર્યા વિના ઉપસ્થિત રહેતા ભાજપે ટ્વીટમાં લખ્યુ છે કે 'ચલણ માત્ર જનતા ભરશે અને આપ તે પૈસાની જાહેરાત આપશો' access_time 3:48 pm IST