Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

5 વર્ષ પછી ખુલ્યું ગ્લેન મેક્સવેલનું નસીબ: ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં મળી જગ્યા

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. મેક્સવેલને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં એક-બે નહીં પણ 5 વર્ષના ગાળા બાદ જગ્યા મળી છે. સપ્ટેમ્બર 2017માં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમનાર મેક્સવેલને શ્રીલંકા સામે આગામી ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મેક્સવેલને આ તક એટલા માટે મળી છે કારણ કે શ્રીલંકા પ્રવાસ પર ઓસ્ટ્રેલિયન ટીમની ઈજાની યાદી મોટી થઈ ગઈ છે.

(6:38 pm IST)