Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સમીર અને ગુરુદત્તસાઈએ ક્વાટર ફાઇનલમાં જગ્યા બનાવી

નવી દિલ્હી: બીજી સ્થાન પ્રાપ્ત કરનાર ભારતના સમીર વર્મા અને કાલીફાયર આરએમવી ગુરુદત્તસાઈએ પોત-પોતાના  મુકાબલા જીતીને સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.સમીરે જાપાનના યુ ઈગારીશને ગુરુવારના રોજ એક કલાક અને પાંચ મિનિટ સુધી ચાલેલ મુકાબલામાં 11-21,21-18,21-16થી માત આપી હતી.વિશ્વના 46માં નંબરના સમીરનું 58માં નંબરે ઈગારીશ સાથે પ્રથમ મુકાબલો હતો.

(8:11 pm IST)