Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

આઈપીએલ : કુમાર સંગાકારા RRના ક્રિકેટ ડાયરેક્ટર

રાજસ્થાન રોયલ્સની તૈયારીઓ

નવી દિલ્હી, તા. ૨૪ : શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સાંગાકારાને ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સએ રવિવારે આગામી સીઝન માટે ડાયરેક્ટર બનાવ્યા છે. વર્તમાનમાં મેરિલબોન ક્રિકેટ ક્લબના અધ્યક્ષ સાંગાકારાએ ફ્રેન્ચાઇઝી માટે મેદાનથી બહાર ક્રિકેટ સાથે જોડાયેલી તમામ જવાબદારી નિભાવવી પડશે.

 

તેમાં કોચિંગ માળખું, હરાજી યોજના, ટીમ રણનીતિ, ટેલેન્ટ સ્કાઉટ અને વિકાસ તથા નાગપુરમાં રોયલ્સ એકેડમીનો વિકાસ પણ સામેલ છે. સાંગાકારાએ કહ્યુ, 'વિશ્વની મોટી ટૂર્નામેન્ટમાં એક ફ્રેન્ચાઇઝીની ક્રિકેટ રણનીતિ તૈયાર કરવાની સાથે આઈપીએલ ટીમની ભવિષ્યની સફળતાનો પાયો તૈયાર કરવા માટે વિકાસ કાર્યક્રમો અને ક્રિકેટના પાયાના માળખાનું નિર્માણ કરવું એવી તક છે, જેણે મને ખરેખર પ્રેરિત કર્યો.'

ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથના સ્થાન પર ફ્રેન્ચાઇઝીએ નવા કેપ્ટન નિમણૂક કરેલા સંજૂ સેમનસે આ અનુભવી વિકેટકીપર-બેટ્સમેનને ડાયરેક્ટર બનાવવા પર ખુશી વ્યક્ત કરી છે.

(10:10 pm IST)
  • અક્ષયકુમારે જાહેર કર્યો 'બચ્ચન પાંડે'નો લુકઃ ર૬ જાન્યુઆરી ર૦રર માં રીલીઝ થશે access_time 3:16 pm IST

  • અમેરિકન બ્રોડકાસ્ટિંગ લિજેન્ડ લેરી કિંગનું લોસ એન્જલસમાં સીડર-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધન થયું છે. અહેવાલ મુજબ તેઓને COVID19 પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ 87 વર્ષના હતા. access_time 7:03 pm IST

  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST